ભરુચ-નાનીજાંબોઇની ૨૦ વર્ષીય પરિણિતા રહસ્યમય સંજોગોમાં લાપતા બની

Subham Bhatt
1 Min Read

ભરુચના ઝઘડીયાના નાનીજાંબોઇની ૨૦ વર્ષીય પરિણિતા રહસ્યમય સંજોગોમાં લાપતા બનતા ચકચારમચી, રાજપારડી ખાતે સીવણ ક્લાસ કરતી આ મહિલા સીવણ ક્લાસનો સમય પૂર્ણ થયા બાદ ગુમ થઈ.ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે સીવણ ક્લાસ કરવા આવતી ૨૦ વર્ષીય પરિણિતારહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જવાની ઘટના બનવા પામી છે. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતોમુજબ ઝઘડીયા તાલુકાના નાનીજાંબોઇ ગામની કિંજલબેન સંજયભાઇ વસાવા નામની ૨૦ વર્ષીયયુવતી રાજપારડી ચાર રસ્તા નજીક ચાલતા એક સીવણ ક્લાસમાં તાલિમ માટે આવતી હતી. ગતરોજ તા.૫ મીના રોજ કિંજલ સીવણ ક્લાસમાં આવી હતી.

30-year-old Parineeta of Bharuch-NaniJamboi goes missing under mysterious circumstances

સીવણ ક્લાસનો સમય પૂર્ણ થયા બાદ તે સીવણક્લાસમાંથી બહાર નીકળી હતી. પરંતું ત્યારબાદ તે તેના ઘરે પહોંચી નહતી. પરિવારજનોએ લાપતાથયેલ કિંજલની શોધખોળ કરવા છતાં તે મળી નહતી. કિંજલ સીવણ ક્લાસનો સમય પૂર્ણ થયા બાદકોઇને કંઇ કહ્યા વિના ક્યાંક જતી રહી હોઇ કિંજલના પતિ સંજયભાઇ હરિભાઈ વસાવા રહે.નાનીજાંબોઇતા.ઝઘડીયાનાએ રાજપારડી પોલીસમાં પોતાની પત્નિ ગુમ થવા બાબતની જાણ કરી હતી. આ ૨૦વર્ષીય પરિણિતા કિંજલ ગુમ થવાની ઘટનામાં હાલતો રહસ્ય સર્જાયુ છે. રાજપારડી પોલીસે કિંજલના પતિની ફરિયાદ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી…

Share This Article