ભરુચ-ભરુચમાં આવેલ બળેલી ખો વિસ્તારમાં પેટ્રોલ ચોર ટોળકી સક્રિય

Subham Bhatt
1 Min Read

ભરૂચની સાધના સ્કૂલ પાસે આવેલ બળેલી ખો વિસ્તારમાં પેટ્રોલ ચોર ટોળકી સક્રિય થઈ છે. ત્યારે રાત્રીદરમિયાન 10 થી 15 દ્વિચક્રીય વાહનોમાં થી થઈ પેટ્રોલની ચોરી થવા પામી છે. દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે ભરૂચ શહેરના સાધના સ્કૂલ નજીક આવેલા બળેલી ખોવિસ્તારમાં પેટ્રોલ ચોર ટોળકી દ્વારા ગત રાત્રી દરમિયાન 10 થી 15 દ્રિચક્રી વાહનોની પેટ્રોલ ટાંકીમાંથી પેટ્રોલની ચોરી કરતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

A gang of petrol thieves is active in the burnt Kho area in Bharuch-Bharuch

સ્થાનિકોએ જણાવ્યું હતું કેપહેલા પણ ગાડીઓમાંથી પેટ્રોલ ચોરી થવાની ઘટનાઓ અમારા વિસ્તારમાં બનતી આવી હતી પરંતુ ગતરોજએક સાથે 15 ગાડીઓનું પેટ્રોલ ચોરાતાં સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બળેલી ખો વિસ્તારમાંથતી પેટ્રોલ ચોરીની ઘટનાઓ થતા સવારે કામ અર્થે અને નોકરી પર જતાં સ્થાનિકોને મુશ્કેલીઓનોસામનો કરવાનો વારો આવ્યો હતો .આ ઘટના અંગે સ્થાનિકોએ દ્વારા મિડિયા સમક્ષ આક્રોશ ઠાલવતામાંગ કરી હતી કે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારી આ પેટ્રોલ ચોર ટોળકીને વહેલી તકે ઝબ્બે કરવામાં આવે એવી વાહન ચાલકો દ્વારા માગ ઉઠવા પામી છે…

Share This Article