પાટણ : AC સસ્તા ભાવે વેચતી ટોળકી ઝડપાઇ

admin
1 Min Read

પાટણ અને મહેસાણા જિલ્લામાંથી એ.સી. ના આઉટ ડોર કોમ્પ્રેશરની ચોરી કરતી ટુકડી ઝડપાય છે…….તેમની પાસેથી એસીના આઉટ ડોર કોમ્પ્રેશર નંગ -9 મારૂતી ઝેન -1 કુલ કિંમત રૂ.2,21,000 /- ના મુદામાલ સાથે ત્રણ શખ્સોની ઝડપી પાડયા હતા.પાટણ એલ.સી.બીએ પાટણ તેમજ ચાણસ્મામાં એસીના આઉટ ડોર કોમ્પ્રેશરની ચોરી તપાસ બાતમી આધારે મહેસાણા મોઢેરા રોડ ઉપર ગોકુલ મેરેડીયમ કોમ્પલેક્ષ માં ત્રીજે માળે 37 નંબરની દુકાન ઉદેલાગામનાં પ્રજાપતિ મનીષભાઈ ભાડેથી ચલાવતાને એ.સી. રીપેરીગ તથા જૂના એ.સી. ની લે.વેચ નો ધંધો કરતા હતો જેમાં બજાર ભાવ કરતા ઘણી ઓછી કિંમતમાં એ.સી.નુ વેચાણ અને ઝેન કાર ચાણસ્મા તેમજ પાટણમાં ચોરીના બનાવ બન્યા તે સમય દરમયાન ઝેન જીજે 5 એ.આર 0323 ને શંકાસ્પદ જોવા મળી હતી.તે આધારે મનીષકુમાર કનૈયાલાલ પ્રજાપતિ રહે.ઉદેલા,ધવલગીરી ચંદનગીરી ગોસ્વામી રહે.દેદરડા અને સતીષભાઈ ગાંડાભાઈ પટેલ રહે. ઉદેલા ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article