પાટણ તાલુકાના કમલીવાડા ગામે સ્વ. ભુવાજી ઈશ્વરભાઈ જોરાભાઈ દેસાઈ પ્રવેશદ્વાર ઉદ્ઘાટન તેમજ સ્વ.મહેશભાઈ ઈશ્વરભાઈ દેસાઈની પ્રતિમા અનાવરણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતો અને રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સંતોનું સામૈયું કરવામાં આવ્યું હતું. અને ડ્રોન મારફતે ફુલવર્ષા પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સંતો અને રાજકીય આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડવાળા સંસ્થાનના સંત, કાસ્વાના સંત સહિત ચાણસ્માના પૂર્વ ધારાસભ્ય માલજીભાઈ દેસાઈ, જયરાજસિંહ પરમાર, ભાજપ લીગલ સેલ કન્વીનર જે.જે પટેલ, ગાંધીનગર ધારાસભ્ય સી.જે.ચાવડા, પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પૂર્વ પાટણ તાલુકા પંચાયત પ્રમુખ અલ્કેશભાઈ દેસાઈ, દિનેશભાઈ દેસાઈ, ભુવાજી વિક્રમભાઈ દેસાઈ સહિત રાજકીય સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્તિથ રહ્યા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -