વડનગર ખાતે અખંડ ભારત દિનની ઉજવણી

admin
1 Min Read

દેશને અલગ અલગ રજવાડામાંથી અખંડ ભારતનું નિર્માણ થયા બાદ દર વર્ષે ભારતમાં અખંડ ભારત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અખંડ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જે અંતર્ગત મહેસાણાના વડનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ દ્વારા દ્વારા અખંડ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, મહેસાણાના વડનગર રામ ચોક ખાતે અખંડ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન અખંડ ભારતના માનચિત્ર, હનુમાન દાદા અને માં ભારતની પૂજા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન અખંડ ભારત દિનની ઉજવણી અંગે ખાસ રસપ્રદ વાત કરવામાં આવી હતી, જેને લઈ દેશભક્તિનો અદ્ભૂત માહોલ સર્જાયો હતો.

Share This Article