પાટણની શાળામાં સંતોએ આપ્યા આશીર્વાદ

admin
1 Min Read

પાટણ શહેરની સ્વામી વિવેકાનંદ ફ્રી ઈવનીન્ગ સ્કૂલમા વિશ્વ હિન્દુ પરિષદ પાટણ શહેર તેમજ શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે શાળાના બાળકોમા રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર તેમજ સામાજિક સમરસતાના સંસ્કારોના સિંચન અર્થે ગાંધીનગર સ્વામીનારાયણ ગુરુકુળના સ્વામીજી રામ સ્વામીએ બાળ નૈતિક મૂલ્યો તેમજ મૂલ્યવર્ધીત શિક્ષણ વિષય પર પોતાના વિચારો રજુ કરી શાળાના બાળકો તેમજ શિક્ષકોને આશિર્વચન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રાંતના સહમંત્રી કીર્તિભાઈ મેહતા,પાટણ શહેર વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી આશિષભાઈ મોદી, ગૌરક્ષક તેમજ જીવદયાપ્રેમી ગોપાલ રાયચન્દાની તેમજ મોટી સંખ્યામા વિશ્વ હિન્દૂ પરિષદના હોદ્દેદારોએ હાજર રહી શાળાના શિક્ષકની ટીમને બિરદાવી અવારનવાર શાળાની મુલાકાત લેવાની ઇચ્છા વ્યકત કરી હતી. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં સ્વામીનારાયણ ગુરુકુલ તરફથી આશરે 260 વિદ્યાર્થીઓને ચોપડા અને બોલપેનનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

Share This Article