સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના તમામ નાના-મોટા શહેરોમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે 15મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. 1947નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ થઇ જેની ખુશીમાં દેશમાં દર વર્ષે 15મી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ત્યારે મહેસાણાના નિવૃત ફોજી મિત્ર સંગઠન દ્વારા 73માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણાના પાચોટ સર્કલ પાસેથી આ બાઇક રેલી ડી.જેના તાલ સાથે શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. જેમાં શહેરના યુવાનો પણ ઉત્સાહભેર જોડાયા હતા.
