પાટણ: નીતિન જોશીનું કર્નલમાંથી લેફ્ટનન્ટ કર્નલ બનતાં કરાયું સન્માન

admin
1 Min Read

પાટણના સરસ્વતી તાલુકાના સરિયદ ગામના વતની અને લાંબા સમયથી થલ સૈન્યમાં કર્નલ તરીકે ફરજ બજાવી રહેલ નીતિન જોશીને લેફ્ટનન્ટ કર્નલ તરીકે બઢતી મળવા બદલ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ પાટણ ખાતે આવતા શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા બગવાડા દરવાજા ખાતે ભવ્ય સ્વાગત સાથે સામૈયું કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ વ્યાસ સભાગૃહ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં લેફ્ટનન્ટ કર્નલનું શહેરની સેવાભાવી સંસ્થાના પ્રમુખો અને હોદ્દેદારો સહીત શહેરના અગ્રણીઓ દ્વારા સન્માનપત્ર સહીત ભેટ સોગાત આપી દેશભરમા પાટણનું ગૌરવ વધારવા બદલ સન્માન કરાયું હતુ. આ પ્રસંગે કર્નલ નીતિન જોશીએ જણાવ્યું હતુ કે થલ સૈન્યમા 41 ફિઝિકલ ડાયરેક્ટર છે. જેમા ગુજરાતના તેઓ પ્રથમ ફિઝિકલ ડાયરેક્ટર છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આર્મી ઍક એવી સંસ્થા છે જે કોમન મેનને જેન્ટલમેન અને જેન્ટલમેનને સુપર મેન બનાવે છે.

જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં ટીચર ઓફ ધ ઈયર ગુજરાતી ફિલ્મના કલાકારો, પાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્ના, એક્ટિવ ગ્રુપના દિલીપ પટેલ, શહેરના અગ્રણી યતીન ગાંધી સહિતના અગ્રણી અને સંસ્થાના હોદ્દેદારો સહીત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article