પાટણમાં લોકડાઉનનું ભંગ, લોકોની બજારમાં ભીડ જોવા મળી

admin
1 Min Read

સમગ્ર દેશભરમાં લોકડાઉનને પગલે લોકો ઘરમાં જ સમય પસાર કરી રહ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન દ્વારા ત્રીજી મે સુધી લોકડાઉન લંબાવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ કેટલાક વિસ્તારોમાં 20 એપ્રિલ સુધી છુટછાટ આપવા પણ જાહેરાત કરવામાં આવી હતી.

ત્યારે પાટણ જિલ્લાને રાજ્ય સરકાર દ્વારા હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યો તેમજ કલેકટર દ્વારા છૂટછાટ આપવા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું નથી. તેમ છતાં પાટણમાં લોકડાઉન ખૂલી ગયા હોય એવો માહોલ સર્જાયો હતો અને મુખ્ય બજારો જૂના ગંજ બજાર, સુભાષચોક તેમજ જલારામ મંદિર અને સીટી પોઇન્ટ વિસ્તારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકડાઉનનું સરેઆમ ઉલ્લંઘન થતું જણાયું હતું.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે પાટણમાં કોરોના વાયરસના કેસો વધતાં જઈ રહ્યા છે. તેમજ પાટણમાં લોકડાઉનનું સરેઆમ ભંગ થતું જોવા મળ્યું હતું.

Share This Article