રિ પબ્લિક ભારત ચેનલના એમ. ડી. અર્નબ ગ્રોસ્વામીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ભરૂચ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી. મહત્વનુ છે કે, રિ પબ્લિક ભારત ચેનલના એમ. ડી. અર્નબ ગ્રોસ્વામીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા રાજકીય મોરચે મુદ્દો ભારે ગરમાયો છે.

ટિપ્પણી કરનાર વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. જે સંદર્ભે ભરૂચ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી. રી પબ્લિક ભારત ચેનલના એમ.ડી અર્નબ ગોસ્વામીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો મામલો અંગે કોગેસના કાર્યકર્તાઓ પોલીસ મથકે પહોંચી જઇ અર્નબ ગોસ્વામી સામે ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો એ ભરૂચ એ ડિવિઝન પોલીસને અરજી આપી હતી.

પાલઘર મોબ લિંચિંગ મામલે અર્નબ ગોસ્વામીએ કોગેસ અઘ્યક્ષ સોનિયા ગાંધી અંગે ટિપ્પણી કરી હતી. ટિપ્પણીમાં ઉલ્લેખ કરવામા આવ્યો હતો કે સોનિયા ગાંધી ક્યાં છે ? કેમ પાલધર સાધુઓ હત્યા પ્રકરણ બાબતે કેમ કશું બોલતાં નથી એમ જાણવા મળ્યું હતું.
