મહેસાણામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ

admin
1 Min Read

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને મહેસાણા સહિત મોટા ભાગના વિસ્તારોને અલર્ટ કરી દેવાયા છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાના સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં બે દિવસમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે, મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે…વરસાદના કારણે સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મહેસાણામાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સતલાસણામાં નોંધાયો હતો. સતલાસણામાં 24 કલાકમાં 5 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ઊંઝામાં 86 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. તો વડનગરમાં 60 મિલીમીટર અને ખેરાલુમાં 50 મિલીમીટર કરતા વધુ વરસાદ નોંધાયો હતો. મહત્વનું છે કે, મહેસાણા ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં બે દિવસથી વરસાદે મહેર વરસાવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે.

Share This Article