વડોદરાની લેખિકા કિર્તીબેન કવૈયાએ કોરોના સંદર્ભે લખી કવિતા

admin
1 Min Read

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. આ મહામારી સામેનની જંગ માટે કોરોના યૌદ્ધા એટલે કે ડોક્ટર, નર્સ સ્ટાફ  અને પોલીસ વિભાગ રાત-દિવસ પોતાના જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે.

પોલીસ વિભાગ દ્વારા સતત લોકોને પોતાના ઘરોમાં રહેવા માટે અપીલ  કરવામાં આવી રહી છે. ઘરમાં રહો સુરક્ષિત  રહો તેમજ હાથને સેનેટાઈઝ કરવાનું ના ભૂલો  આવા સુત્રો અને બેનરો પણ હાલ રાજ્યના વિવિધ વિસ્તારોમાં  હોર્ડિંગ્સ પર જોવા મળે  છે તો ઓડિયો અને વિડિયોના માધ્યમથી પણ લોકોને  સતત આ માટે જાગૃત કરવામાં  આવી રહ્યા છે.

 

ત્યારે વડોદરાની એક લેખિકા કિર્તી કવૈયાએ કોરોનાને લઈ એક કવિતા લખી છે. વિડિયોના માધ્યમથી તેમણે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ, ડોક્ટર તેમજ નર્સ સ્ટાફનો પોતાની કવિતામાં ઉલ્લેખ કર્યો છે.

સાથે જ લોકોને સ્ટે હોમનો પણ સંદેશ આપ્યો છે. મહત્વનું  છે કે કિર્તિબેન કવૈયાએ આ પહેલા વડાપ્રધાન મોદી પર પણ કવિતા લખી  હતી. તેમજ દેશના વિવિધ તહેવારો પર પણ તેમણે કવિતા લખી છે.  ત્યારે આવો કોરોનાને લઈ તેમણે લખેલી કવિતા તેમના મુખેથી જ સાંભળીએ…

Share This Article