જામનગર વહીવટી તંત્ર દ્વારા પરપ્રાંતિયો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી

admin
1 Min Read

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની સ્થિતિ છે. તેવામાં જામનગર જિલ્લામાં દરેડ, જામનગર શહેર સહિતના અન્ય વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લા વહિવટી તંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા જામનગર રેલ્વે જંકશન ખાતેથી ૧૨૦૦ જેટલા પરપ્રાંતિય મજુરો અને તેમના પરિવારને ઉત્તરપ્રદેશના બરેલી ખાતે વતનમાં પરત ફરવા માટે ૨૪ કોચની ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

જામનગરના શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા જામનગરથી ઉત્તરપ્રદેશ માટે ત્રીજી ટ્રેન મોકલવામાં આવી રહી છે. હાલ સુધીમાં જામનગરથી કુલ ૩ શ્રમિક ટ્રેન રવાના થઇ ચૂકી છે, જેમાં ૨ ટ્રેન ઉત્તરપ્રદેશ માટે અને ૧ ટ્રેન બિહાર માટેની હતી. તેમજ ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જામનગરથી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ, ફળ અને હેન્ડ વોશ માટે પેપર સોપ તેમજ બાળકો માટે ચોકલેટ, બિસ્કીટ જેવા ફુડપેકેટ આપવામાં આવ્યા હતા.

Share This Article