રાજ્યમાં આગામી ચાર દિવસ હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવાનું હળવું દબાણ યથાવત હોવાથી દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ચાણસ્મા, સરસ્વતી, પાટણ, રાધનપુર, વારાહી અને સિદ્ધપુર તાલુકાઓમાં મધ્યમથી હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. સરેરાશ વરસાદની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં પાટણ જિલ્લામાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. પાટણના વારાહીમાં 2 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. તેમજ કેટલાક ઘરોમાં પણ પાણી ફરી વળતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે, પાટણમાં બે દિવસના સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. તો રસ્તા પર પાણી ફરી વળતા લોકોની હાલાકી પણ તેના લીધે વધી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -