ધરોઈ ડેમની સપાટી એક જ દિવસમાં 6 ફૂટ વધી

admin
1 Min Read

મહેસાણા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સતત વરસાદ પડી રહ્યો છે. જેમાં સૌથી વધુ સતલાસણામાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં સરેરાશ અડધા ઈંચથી પાંચ ઈંચ સુધીનો વરસાદ પડયો હતો. નોંધપાત્ર છે કે ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં ઉપરવાસના પાણી અને વરસાદી પાણી શરૃ થતાં 55000 ક્યુસેક પાણીની આવક થતા તેની સપાટી ૫૯7.40 ફૂટ પહોંચી છે. સર્વત્ર વરસાદ પડતા આ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે. વરસાદના કારણે ઉત્તર ગુજરાતના 13.48 લાખ હેક્ટર વાવેતરને ફાયદો થશે. ખેતી નિષણતો માની રહ્યા છે કે ધીમી ધારે વરસેલો વરસાદ ખરીફ સીઝન માટે ઘણો સારો કહી શકાય કપાસ કઠોળ ધાન્ય અને તેલીબિયાં સહિતના પાકને આગામી ૨૦ દિવસ સુધી પિયતની જરૂર નહિ પડે જે ખેડૂતો એ અત્યાર સુધી વાવણી નથી કરી શક્યા તેમના માટે દિવેલા નું વાવેતર કરવા આ સમયે યોગ્ય છે. જ્યારે અસહ્ય ઉકળાટ વચ્ચે ઠંડક પ્રસરતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.

Share This Article