મહેસાણા પાલિકાનો પાણી ટેન્કર વિવાદ મામલો

admin
1 Min Read

મહેસાણા નગરપાલિકાના કોર્પોરેટર હિરેન મકવાણા સત્તાનો દુરુપયોગ કરી નાણાં ચૂકવ્યા વગર બે વર્ષમાં 157 ટેન્કર પાણી મંગાવી પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ દોષિત ઠેરવી એક મહિનામાં ૩૧૪૦૦ ભરપાઇ કરવાનો હુકમ પ્રાદેશિક કમિશ્નર દ્વારા કરાયો છે. તેમજ દોષિત કર્મચારી વિરુદ્ધ નિયમોનુસાર પગલાં લેવા ચીફ ઓફિસરને આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દે હિરેન મકવાણાનું કહેવું છે કે પાણીના ટેન્કર મંગાવવવામાં અમારી ક્યાંય સહી નથી ,અઘિકારીઓ એ ખોટો ઓર્ડર કરેલો છે તેની સામે અપીલ કરી પડકારિશું રાજકીય ષડયંત્રર્થી ખોટી ફરિયાદ ઊભી કરાઈ છે. કોગ્રેસ શાસિત નગરપાલિકામાં આગામી સવા વર્ષ પ્રમુખ તરીકે હિરેન મકવાણાનું અગાઉ પાર્ટી આગેવાનો રાહે કમિટમેન્ટ થયું હતું. ત્યાં પ્રમુખ કમિટીમાં ગોઠવણની હિલચાલ શરૂ થઈ છે, ત્યાં પાલિકા પ્રમુખના દાવેદાર હિરેન મકવાણાની પાણી ટેન્કર વિવાદમાં દોષિત ઠરતાં પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Share This Article