મહેસાણાનાં શાકમાર્કેટમાં આગનો બનાવ , ફાયર વિભાગ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી

admin
1 Min Read

સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાથી બચવા માટે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. એક તરફ લોકડાઉનનાં પગલે લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા છે. તેવામાં બીજી તરફ લોકડાઉન વચ્ચે મહેસાણામાં આગનો બનાવ સામે આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, મહેસાણાની શાકમાર્કેટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. આ શાકમાર્કેટમાં કેરીના બોક્સ, પ્લાસ્ટિકના કેરેટના ગોડાઉનમાં આગ લાગી હતી.

શાકમાર્કેટમાં આગ લગતા ઘટના સ્થળે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ એકઠા થયેલા લોકોએ ફાયર વિભાગને જાણ કરી અને ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોચ્યા હતા.

ત્યારે મહેસાણા નગરપાલિકાના 3 ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. તેમજ આગને કાબુમાં લેતા સદનસીબે મોટી જાનહાની ટળી હતી. પરંતુ મોટી માત્રામાં કાર્ટુન તેમજ પ્લાસ્ટિક કેરેટ આગમાં ખાખ થઇ ગયા હતા.

Share This Article