ભેસાણમાં ૨ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, ડોક્ટર અને પ્યુનનાં લોકોએ લીધા વધામણાં

admin
1 Min Read

સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે જુનાગઢમાં આવેલો ભેસાણ તાલુકામાં કોરોના વોરિયર્સ ડો વેકરીયા તેમજ પ્યુન નરેસદાન ગઢવી બન્નેના પોઝીટીવ કેસ આવતા ભેસાણમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે તંત્ર એલર્ટ થઈને  જૂનાગઢ વિસાવદર, ભેસાણના આરોગ્ય વિભાગનાં 88 કર્મચારીની ટિમ દ્વારા ભેસાણમાં ધરે ધરે જઈને સેમ્પલ લેવામાં આવ્યા હતા. તો ડોકટર અને પ્યુનને તાત્કાલિક હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

થોડા દિવસોમાં જ આ ડોકટર અને પ્યુને હોસ્પિટલમાં સારવાર બાદ મોત સમાન ગણાતા કોરોનાને મ્હાત આપી છે. હાલ કોરોના પોઝીટીવ આવેલા આ ડોક્ટર અને પ્યુન તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તો આ ડોક્ટર અને પ્યુનને રજા આપાતા ભેસાણ આવતા આરોગ્ય સ્ટાફ, મામલતદાર બ્રહ્મભટ્ટ, PSI ચૌધરી PI વેકરીયા સહુ કોઈએ સોસિયલ ડિસ્ટન્સ જાળવી આ ડોક્ટર અને પ્યુન ઉપર પુષ્પ વર્ષા કરી થાળી વગાળી વધામણાં કર્યા હતા.

Share This Article