પહેલીવાર વિકી-નોરાની જોડી સાથે ચમકશે

admin
1 Min Read

ફિલ્મી દુનિયામાં હવે વેબ સિરીઝની જેમ મ્યુઝીક વિડિયોનો પણ ક્રેઝ વધી રહ્યો છે હમણાજ આલિયા ભટ્ટનું પ્રાડા સોંગ રીલીઝ થયું છે હવે ડાન્સર નોરા ફતેહી અને વિકી કૌશલ સાથે એક વીડિયો સોન્ગમાં જોવા મળશે. આ સોન્ગનુ ફર્સ્ટ લુક રીલીઝ થયું છે. ‘પછતાઓગે’ સોન્ગમાં પહેલીવાર વિકી અને નોરા ઓન સ્ક્રીન સાથે જોવા મળશે. આ સિંગલને ‘ટી સિરીઝ’ પ્રોડ્યૂસ કરી રહ્યું છે. અરિજિત સિંહે આ ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. આ સ્ટોરી લવ, હાર્ટ બ્રેક અને વિશ્વાસઘાતની છે. નોરા ફતેહીએ તેના ઇન્સ્ટા પર આ સોન્ગના ફર્સ્ટ લુકનો ફોટો શેર કર્યો છે.ફોટામાં વિકી અને નોરા રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહયા છે.અને ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.નોરા અને વિકીએ આ સોન્ગનું શુટિંગ જુન મહિનામાં શિમલામાં કર્યું હતુ. નોરા ફતેહી છેલ્લે ‘બાટલા હાઉસ’ ફિલ્મમાં જોવા મળી છે જે 15 ઓગસ્ટના રિલીઝ થઇ છે. ફિલ્મમાં તેનું આઈટમ સોન્ગ છે. વિકી કૌશલ હાલ તેની આગામી ફિલ્મ ‘ઉધમ સિંહ’માં વ્યસ્ત છે.

Share This Article