ખેરાલુમાં સસ્તા અનાજનું વિતરણ શરુ કરવામાં આવ્યું, ગ્રાહકોએ સોશિયલ ડીસ્ટન્સ જાળવ્યું

admin
1 Min Read

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસને કારણે લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે રાજ્યમાં ત્રીજા તબક્કાનું અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. તેવામાં મહેસાણાનાં ખેરાલૂ શહેરની સાત સહકારી મંડળીઓમાં મામલતદાર વી.એસ.કટેરીયા અને અન્નનાં પૂરવઠા મામલતદાર ભુપેન્દ્રભાઇની દેખરેખ હેઠળ રાશન વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.

ખેરાલૂમા ઊપરોક્ત અધિકારીઓની હાજરીમાં અને મહંમદ હૂશેન બહેલીમ, ભૂપેશભાઇ બારોટ, દસરથજી ઠાકોર, ભરતભાઇ પરમાર અને રાવલની સહકારી મંડળીઓમાં સરકારના નિયમ મૂજબ રાશન આપવામાં આવશે.

તેમાં તારીખ 17 મેં થી 27 મે સુધી સરકારના ધારા ધોરણ પ્રમાણે મહંમદહૂશેન બહેલીમના જણાવ્યા મૂજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે NSFA/APL BPL તેમજ NON BPL ના ગ્રાહકોને રાશન આપવામાં આવી રહ્યું છે. ત્યારે ભૂપેશભાઇ બારોટે જણાવ્યું હતું કે, રાશન કાડઁમા આપેલા ગ્રાહક નંબરમાં છેલ્લે 1/2/3 નંબરને 17 મેં થી 27 મેં સુધી અલગ અલગ તારીખે જથ્થો આપવામાં આવશે.

Share This Article