પાટણમાં જાયરપીર ગોગા મહારાજની શોભાયાત્રા

admin
1 Min Read

પાટણ શહેરના ઝીણીરેત વિસ્તારમાં આવેલ વાલ્મિકી વાસમાં બનાવવામાં આવેલ જાયરપીર ગોગા મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેમાં શહેરના કોહિનૂર સિનેમા આગળ આવેલ જાયરપીર ગોગા મહારાજના મંદિર ખાતે નવીન પ્રતિમાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. પૂજા વિધિ બાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી નિજ મંદિર પરિસર ખાતે શોભાયાત્રા સંપન્ન થઇ હતી. ગોગા મહારાજની એક અનોખી જ વાર્તા છે. માલધારી વાહજીભાઈ માધવજી દેસાઈને ત્યાં એક ગોવાળ કામ કરતો હતો. આ ગોવાળ ગોગાજી મહારાજનો પરમ ભક્ત હતો. દરેક પળે તે ગોગા મહારાજનું સ્મરણ કરતો હતો. આથી વાહજીભાઈ ગુસ્સે થઈ ગોવાળને ધમકાવ્યો કે કેમ આખો દિવસ ગોગા મહારાજનું નામ લે છે. ગોવાળ નિરાશ થઈ જતો રહ્યો. વાહજીભાઈનું અભિમાન ઉતારવા નાગ સ્વરૂપે ગોગા મહારાજ ઉનાવા આવી પહોંચ્યા. સાંઢણીના પગે ડંશ દીધો. વાહજીભાઈને પોતાની ભૂલ સમજાતા માફી માંગી અને ગોગા મહારાજે સાંઢણીને સજીવન કરી. બસ ત્યારથી અહીં ગોગા મહારાજની પૂજા અર્ચના થાય છે.

Share This Article