ચાણસ્મામાં ખાડાના સામાજય નો મામલો

admin
1 Min Read

જિલ્લા મથક મહેસાણા થી ચાણસ્મા ને જોડતા ચાણસ્મા થી ધીણોજ સુધીના18 કિલોમીટર ના નેશનલ હાઈવે પર ગાબડાં પડી જતા આ રોડ હવે હાઈવે જેવો રહ્યો નથી હાડપિંજર જેવો બની ગયો છે જોઅહીંથી વાહન લઇને પસાર થવું હોય તો નાના-મોટા ખાડામાં પટકાવવું જ પડશે તેના વગર પસાર થઇ શકાશે નહીં તેટલા ગાબડા પડી ગયા છે તેમાં ચાણસ્મા ચોકડીથી સાઈબાબા મંદિર સુધીમાં નાના-મોટા 200 જેટલા ગાબડા છે. આખરે આ ખાડાઓનું સમારકામ કરવામાં આવ્યું છે. વચ્ચે આવતી રેલવે ફાટક ઝીલિયાપુલ અને આશ્રમ નજીક તેમજ પીપળ થી લણવા વચ્ચે સંખ્યાબંધ ખાડા પડ્યા છે. વાહન ચલાવતી વખતે સહેજ પણ બેદરકાર રહ્યા તો ખાડામાં પટકાયા સમજો રોડ પરથી કાંકરી એટલી હદે ઉખડી ગઈ છે કે વાહન પસાર થાય ત્યારે રીતસર ઉડીને વાગે છે તેમજ ધૂળ પણ એટલી ઊડે છે આ રોડ પરથી ટુ-વ્હીલર લઈને નીકળો તો ચહેરો અને કપડા ધુળથી ભરાઈ રહે છે. ત્યારે ચાણસ્માથી મહેસાણા સુધીનું અંતર કાપતા 40 મિનિટ જેટલો સમય થતો હતો જે હવે 50 મિનિટથી વધુ સમય થાય છે. એક સરકારી ઇજનેરે જણાવ્યું હતું કે રોડની સપાટી ખરાબ થઈ ગઈ છે છેલ્લા ચારેક વર્ષથી રિસરફેસ થયું નથી આ રોડ પહેલા થોડો ખરાબ હતો પરંતુ આ ચોમાસામાં વધારે ખરાબ થયો છે.

Share This Article