ઘરફોડ ચોરોનો આતંક

admin
1 Min Read

કડી નગરપાલિકા ના કારોબારી ચેરમેન વિષ્ણુભાઈ પટેલના મોટાભાઈ ભરતભાઇ પટેલ પોતાના સગાસંબંધીને મળવા છેલ્લા એક મહિનાથી અમેરિકા ગયેલા હોવાથી તસ્કરોએ આ તકનો લાભ ઉઠાવી કરણનગર રોડ ઉપર આવેલ મહાલક્ષ્મી સોસાયટીના મકાનમાંથી રોકડ રકમ તેમજ સોના ચાંદીના ઘરેણાં અને મૂર્તિઓ સહિત આશરે 1.80 લાખ રૂપિયાની ચોરી કરી જતા લોકોમાં સોપો પડી ગયો હતો. સત્તાધારી પક્ષના નેતાના ભાઈના ઘેરજ ચોરી થતા સામાન્ય લોકોનું શુ થશે એવું લોકમુખે ચર્ચા જોવા મળી રહી હતી. છેલ્લા એક અઠવાડિયામાં બાલાપીર સર્કલ પાસે આવેલ ભરતભાઇ રબારીના ઘરમાંથી આશરે 1.10 લાખ રૂપિયા માલસામાન સહિત તેમજ નાનીકડી સંતરામ સીટી સોસાયટી માંથી તથા જન્મભૂમિ સોસાયટીના બે મકાનમાંથી ચોરી થતા લોકોએ સ્થાનિક પોલીસ ની કામગીરી ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે. શહેરમાં ઘરફોડ ચોરોએ આતંક મચાવ્યો હોવા છતાં પોલીસ દ્વારા ફક્ત વગદાર વ્યક્તિઓની જ ફરિયાદ લેવાતી હોવાનું ઘરફોડ ચોરી ભોગ બનેલા વ્યક્તિ પાસેથી જાણવા મળ્યું હતું. કડી પોલીસ નું નાઈટ પેટ્રોલિંગ શંકાના દાયરામાં જોવા મળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી શહેર માં રાત્રીના સમયે લૂંટ, હત્યા તેમજ ઘરફોડ ચોરીનું પ્રમાણ વધતાં લોકોએ તંત્ર પાસે પોલીસનું નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવા માંગણી કરી હતી. પરંતુ હજુ પણ તસ્કરોનો આતંક ન અટકતા લોકોએ પોલીસની કામગીરી ઉપર શંકા વ્યક્ત કરી હતી. પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરો નું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી.

Share This Article