ચાણસ્માં ડેપોની બસનો અકસ્માત

admin
1 Min Read

આજરોજ પાટણમાં અનેક અકસ્માતના બનાવો બનતા રહે છે. તો વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ડેપોની એસટી બસ GJ. 18 .Y. 9594ના અકસ્માતનો ભોગ બની છે. ખરીધારીયાલથી ઉપડતી બસ ચાણસ્મા જતા હાઇવે સિવિલ રોડની નજીક ચોકડીમાં ઉતરી ગઈ હતી. આ અંગે મળતી જાણકારી અનુસાર ડ્રાઈવર સ્ટેરીંગ પર કાબુ ગુમાવી બેસતા ચાણસ્મા ડેપો નજીકની ચોકડીમાં એસટી ઉતરી જતા લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. ચોકડીમાં ઉતરી જતા એસટી બસના આગળના ભાગના કાચ અને બોર્ડ તૂટી ગયું હતું. પરંતુ આજુબાજુ રહેલા સ્થાનિકોને વધુ પડતી કોઈ આફત આવે તે પહેલા પેસેન્જરોને બચાવી લેતા જાનહાની ટળી હતી. તે બાદ ડેપોમાં અને પોલીસને ફોન કરવામાં આવ્યો હતો અને તેઓ તાત્કાલિક ઘટના સ્થળે ઘસી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.

Share This Article