બિનકાયદેસર દુકાનો કરાયી સીલ

admin
1 Min Read

રાધનપુર શહેરમાં અનેક વિસ્તારોમાં અંગ્રેજી અને દેશી દારૂ અને જુગારના અડ્ડા ચાલુ છે,દારૂ પીતા લોકોનો ત્રાસ વધતો જાય છે,મા-બેન-દીકરીઓને આવવા-જવામાં તકલીફો પડી રહી છે અને બેન-દીકરીઓની મશ્કરી કરવામાં આવતી હોવાની રજુઆત પણ કરવામાં આવી રહી છે. પરંતુ હાલમાં રાધનપુરમાં બિન કાયદેસર દુકાનોનો વસવાટ વધી રહ્યો છે. રાધનપુર મશાલી રોડ ઉપર આવેલી પાંચ દુકાનો બિનકાયદેસર જણાવવામાં આવી રહી છે. અને આ બાબતની જાણ નગરપાલિકાને કરતા તેઓએ દુકાનોને સીલ કરી દીધી છે. આ મિલકત સીલ કરી ત્યારે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે મતે નગરપાલિકાના મોટા અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. અને તમામ કામગીરીમાં સાથ આપ્યો હતો. આ પહેલા નગરપાલિકાએ તેમણે નોટીસ પણ આપી હતી તેમ છતાં દુકાનો ખાલી ન કરવાથી આ કાર્યવાહી હાથ ધરી હતી અને નોટીસ પણ આપી હતી કે જો તમે નગરપાલિકાના સત્તાધીશો સામે હાજર નહીં થાઓ તો ટાઉન પ્લાનીગ અધિનિયમ મુજબ કલમ- ૩૩ અને ૬૮ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

Share This Article