હારીજ ખેમાસર પ્રાથમિક શાળામાં ઘુસ્યા પાણી

admin
1 Min Read

સતત બે દિવસથી પડી રહેલા વરસાદને પગલે હારીજના ખેમાસર વિસ્તારમાં પાંચથી છ મકાનોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી અને અનાજ પાણીમાં રેલમછેલ થઈ જવા પામ્યું હતું. જ્યારે ખેમાસર પ્રાથમિક શાળામાં પાણી ફરી વળ્યા હતાં. શાળાના ઓરડાઓમાં બે ફૂટ પાણી ફરતા થયા હતા. જેના કારણે શાળામાં વિદ્યાર્થીઓને રજા અપાઇ હતી. ખેમાસર પ્રાથમિક શાળાના આચાર્ય ઠાકોર હેમરાજજી મણાજીના જણાવ્યા મુજબ પ્રાથમિક શાળામાં કુલ 164 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રસ્તા રોડ ઊંચા થઈ ગયા છે. જેના કારણે શાળા નીચાણવાળા વિસ્તારમાં થઈ ગઇ છે. જેના કારણે દર વર્ષે વધુ વરસાદથી પાણી શાળામાં ફરતા થઈ જાય છે. જેના કારણે નગરપાલિકામાં નવીન જગ્યા માટે લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે. પણ હજુ સુધી કોઈ જગ્યા નહીં ફાળવતાં દર વર્ષે આવી સમસ્યા સર્જાય છે. એમ ખેમાસર રહેણાક વિસ્તારોમાં પાંચથી છ ઘરોમાં પાણી ઘૂસી જતાં પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અહી રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા પરિવારોએ આખી રાત ખાટલામાં બેસી ગુજારી હતી. લોકો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, નગરસેવકો વોટ લેવા આવે ત્યારે મીઠું મીઠું બોલી વોટ લઈ જાય છે.પણ પછી કોઈ ફરકતા નથી.

Share This Article