મહેસાણામાં ખેડૂતો માટે નવી મુશ્કેલી

admin
1 Min Read

મહેસાણા જિલ્લામાં મેઘ રાજાએ મોડે-મોડે પધરામણી કરતા ખેડૂતોની હાલત, હાલમાં કફોડી બનવા પામી છે. પ્રથમ વરસાદ બાદ વાવણી કર્યા બાદ વરસાદ જોવા મળ્યો નહતો ત્યારે હવે પાકનો ઉછેર કર્યા બાદ બીજા રાઉન્ડમાં વરસાદ તૂટી પડતા, ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટુ જેવી થઈ છે. જ્યારે ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને માઠી અસર થઇ હોવાથી ખેડૂતો સરકારી રાહતની માંગ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લામાં ખેડૂતો માટે ચાલુ વર્ષે કહીં પે ખુશી અને કહી પે ગમની સ્થિતિ સર્જાઈ છે. ખેડૂત જગતનો તાત છે તે ખેતરમાં ,દેશના તમામ વ્યક્તિના પેટનો ખાડો ભરવાનો પ્રયાસ કરે છે. પરંતુ મહેસાણાના ખેડૂતો આજે પોતાનું પેટ કઈ રીતે ભરવું તે વ્યથામાં આવી ગયા છે.. મહેસાણામાં જ્યાં ખેડૂતોએ પ્રથમ વરસાદમાં જે વાવેતર કર્યું તેમાં વરસાદ ન આવવાના કારણે ફેલ થયું અને માંડ-માંડ બીજું વાવેતર કરવા માટે નવું બિયારણ લાવ્યા ત્યાં જ મોડે મોડે વરસાદ વરસવાનું શરુ થતા જે પાક ખેતરમાં માંડ બીજી વખત ઉભો થયો હતો તે આજે ધોવાઈ જતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં આવી ગયા છે.

Share This Article