મહેસાણા 11 ડેપોમાં 1.41 કરોડની આવક નોંધાઈ

admin
1 Min Read

15 મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની ઉજવણીની ધામધૂપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય અને ધાર્મિક પર્વના સંયોગને કારણે લોકોમાં ઉત્સાહ બેવડાયો હતો. જેને લઈ મહેસાણા ડિવીઝન દ્વારા ચાલુ વર્ષે રક્ષાબંધનના પર્વને લઈને એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્ષાબંધનના દિવસે તેમજ તેના આગલા દિવસે ભાઈને રાખડી બાંધવા જતી બહેનો અને રજાના દિવસોમાં વતન તરફ જતા લોકોને બસની સુવિધા મળી રહે તે માટે ૧૪ અને ૧૫ ઓગસ્ટના રોજ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જે અંતર્ગત ડિવિઝનમાં સમાવેશ મહેસાણા, પાટણ ,ચાણસ્મા, કડી, કલોલ, ખેરાલુ, ઉંઝા, વડનગર, વિસનગર, બેચરાજી અને હારીજ ડેપો ખાતે લોકલ વિસ્તારો તેમજ અમદાવાદ, બેસરાજી અને અંબાજી વિસ્તારો તરફ એક્સ્ટ્રા બસ દોડાવાઈ હતી. આ દિવસોમાં મહેસાણા ડિવિઝનને 14 ઓગસ્ટના રોજ 62,34, 930 રૂપિયા અને 15 ઓગસ્ટના રોજ 78,68,683 રૂપિયા મળી કુલ 1,41,03,613 રૂપિયાની આવક થવા પામી હતી. આ આવકના કારણે મહેસાણા એસટી ડિવિઝનને રક્ષાબંધન ફળી એમ પણ કહી શકાય.

Share This Article