રોડ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચારની આશંકા

admin
1 Min Read

રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લા પંચાયતોને રોડ-રસ્તા સહિતના વિકાસ કામો માટે કરોડો રુપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે. પરંતુ અણઘડ વહિવટ અને ભ્રષ્ટાચારને લઈ કરોડો રુપિયા સ્વાહા થઈ જતા હોય છે. ત્યારે પાટણ જિલ્લા પંચાયતના પણ અણઘડ વહિવટના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા સરીયદ સોપ્રા ઉદરાનો આશરે 21 કરોડના ખર્ચે 17 કિલોમીટરનો ડામરનો રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડ માટે નવેમ્બર 2018માં વર્ક ઓડર અપાયો હતો. તેમજ આ રસ્તાનુ નિર્માણકામ 11 મહિનામાં પૂર્ણ કરવાનું હતું. પરંતુ આ રોડ જે સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો હતો તેના 3 મહિના પહેલા જ રસ્તો અનેક જગ્યાએથી તૂટી જતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ સીઝનના પ્રથમ વરસાદે જ રસ્તામાં મસમોટો ભ્રષ્ટાચાર થયો હોવાની પોલ ખોલી દીધી છે. ત્યારે આ મામલે તપાસ થાય તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.

Share This Article