ઝીલેશ્વર મહાદેવ મંદિરમાં મેળો યોજાયો

admin
1 Min Read

હાલમાં ચાલી રહેલા શ્રાવણ માસના પગલે રાજ્યભરના શિવાલયોમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્વ હોય છે અને શ્રાવણી સોમવારના દિવસે વિવિધ શિવાલયોમાં મેળા યોજાતા હોય છે.
ત્યારે પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના પૌરાણિક શિવાલય ઝીલેશ્વર મહાદેવના મંદિર ખાતે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે તાલુકામાં આવેલી બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયની બ્રહ્માકુમારીઓ દ્વારા શિવ મહિમા તાત્પર્ય સમજાવતા અનેક કૃતિઓ સાથે આધ્યાત્મિક પ્રદર્શન યોજાયું હતું. તદુપરાંત બ્રહ્માકુમારી મહાવિદ્યાલય ચાણસ્માના બ્રહ્માકુમારી નીલમબેનએ શિવ મહિમાનું યથાર્થ જ્ઞાન વિસ્તૃત પૂર્વક આપ્યું હતું ઝીલેશ્વર મહાદેવ ખાતે આજુબાજુના કરણાસર કેસની પીંપળ રેલી સહિતના દસ ગામના ભક્તજનો આ મેળામાં ઊમટી પડ્યા હતા અને શિવ દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ મેળામાં નાના બજારો, ચકરડી અને ખાણીપીણીની દુકાનો પણ જોવા મળી હતી.

Share This Article