કડીના થોળ રોડ પર બાયોડીઝલ પંપને સિલ કરવામાં આવ્યો

admin
1 Min Read

કડીના થોળ રોડ પર ગુજરાત અંબુજા કંપનીની સામે ગેરકાયદેસર બાયોડિઝલનું વેચાણ ચાલતું હોવાથી મામલતદાર અને પોલીસને ઉંઘતા રાખી મહેસાણા એસઓજી પોલીસે રૂ.4.64 લાખનો મુદ્દામાલ ઝડપી માલિક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર જિલ્લાના કડીમાં થોળ રોડ પર આવેલા ખોડિયાર બાયોડીઝલ પંપ પર છેલ્લા ઘણા સમયથી બાયોડિઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. જોકે સસ્તું બાયોડિઝલ મળતું હોવાથી ગ્રાહકો પણ આ બાયોડિઝલ પંપ પરથી બાયોડીઝલ ખરીદી કરતા હતા. ત્યારે આ પંપની માહિતી મહેસાણા SOGની ટીમને શંકાસ્પદ લાગતા પંપ સામે SOGની ટીમે દરોડા પાડ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલનું વેચાણ થતો હોવાની હકીકતો સામે આવી હતી. જેની જાણ કડી મામલતદારને કરાતા SOGની ટીમે મેજિસ્ટ્રેટને સાથે રાખી પંચનામું કરતા ગેરકયદેસર બાયોડીઝલ પંપને સિલ કરવામાં આવ્યો હતો.

Share This Article