પાટણ નગરપાલિકા સતત વિવાદોથી ઘેરાયેલી રહેવા પામી છે અને થોડા સમય અગાઉ જ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે વસંતભાઈ પટેલે રાજુનામુ ધરી દીધું હતું. જેને લઈ પાલિકા પ્રમુખ દ્વારા ખાસ બોર્ડ બોલવામાં આવ્યું હતું. જેમાં સર્વાંનુમતે ઉપપ્રમુખનું રાજીનામુ મંજુર કરવામાં આવ્યું હતું. ત્યારવાદ પાટણ જિલ્લા કલેકટર દ્વારા 21 ઓગસ્ટના રોજ નગરપાલિકા પ્રમુખની ચૂંટણી જાહેર કરી હતી જેના અનુસંધાને નગરપાલિકા ખાતે પ્રાંત અધિકાર જે.બી તુવારની અધ્યક્ષતામાં ઉપપ્રમુખની ચૂંટણી માટે સામાન્ય સભા મળી હતી. જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે ભાજપ પક્ષ દ્વારા કોંગ્રેસના સભ્ય લાલેશ ઠક્કરના નામની દરખાસ્ત કરવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસ માંથી પણ લાલેશ ઠક્કરનું નામ ઉપપ્રમુખ જાહેર થતા બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તો ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ નવીન ઉપપ્રમુખ શુભેચ્છાઓ આપી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -