નગરપાલિકાના પ્રમુખે લખ્યો પત્ર

admin
1 Min Read

રખડતા ઢોરને સામાન્ય લોકોની ફરીયાદોથી તંત્ર જાગતું નથી. રખડતા ઢોરના ઘણીવખત રાહદારીઓને ઈજા પહોંચાડે છે અને તેને લઈને ખાસ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. લોકો એવી ફરીયાદ પણ કરી રહ્યાં છે અજાણ્યા શખ્સો આવીને મહેસાણામાં રખડતા ઢોરને છોડી જાય છે. આવા ઢોર રાહદારીઓ અવારનવાર અડફેટે લે છે. આ બધું જોતા મહેસાણા નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ મહેસાણા એસપીને પત્ર લખ્યો હતો. પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ઘણા સમયથી મહેસાણા શેહરના પ્રવેશ્માંર્ગો જેવા કે મોઢેરા રોડ, રાધનપુર રોડ, વાઈડ એન્ગલ સિનેમા, લાખવડ રોડ, માંનાવાશ્રમ પાસે તાવાડીય રોડ વિસ્તારમાં રાત્રીના સમયે આજુબાજુના વિસ્તારોમાંથી અજાણ્યા ઇસમો રખડતા ઢોરો છોડી જાય છે. જેથી હાઈવે રોડ તથા શહેરના જાહેર માર્ગો પર રખડતા ઢોરોની સંખ્યામાં વધારો થયો છે. અને રોડ પર ટ્રાફિકની સમસ્યા તથા રસ્તે ચાલતા રાહદારીઓ, સ્કૂલના બાળકોને અકસ્માત થવાનો ભય રહે છે. જે અંગે નાગરીકોની અવાર-નવાર ફરિયાદો આવતી રહે છે. તો આ બાબતે આપણી કક્ષાએથી યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે.

Share This Article