પારડી પોલીસે હાઈ-પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું

admin
1 Min Read

વલસાડ જિલ્લાની પારડી પોલીસે હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે. આ દરોડમાં પારડી વાપીના ઉદ્યોગપતિ, બેંકના ડિરેકટર સહિત કુલ 14 જુગરીઓ જુગાર રમતા પોલીસે ઝડપી પાડયા હતા. સ્થળ પરથી પોલીસે રોકડ રકમ, બે કાર, બે બાઇક મોબાઈલો સહિત અંદાજે કુલ 14 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે. પોલીસ મથકે મોટા માથાઓને બચાવવા આગેવાનો દોડી આવ્યા હતા. મંગળવારે સાંજે પારડી પોલીસ મથકના પીએસઆઇ એચ સી ઝાલા, સ્ટાફના યુવરાજ, સહદેવ, નરસિંહ, ઉમેષ, હિમાશુ સહિતના પોલીસની ટીમે અરનાલા પારસી ફળીયા તૈમુરભાઈના ઘરે રેડ કરી હતી. બાતમી આધારે કરાયેલી રેડમાં પોલીસને સફળતા મળતાં એક સાથે 14 લોકો જુગાર રમતા ઝડપાયા હતા. ઝડપાયેલા લોકોમાં પારડીની MRI બોલ કંપનીના સંચાલક ચૈતન્ય કનુભાઈ સોલંકી, વાપીનાં ટ્રાન્સપોર્ટર અને ઉદ્યોગપતિ હિતેષ ધીરુભાઈ ઠક્કર રહે મોરારજી સર્કલ વાપી તથા ભીલડવાળા બેંકના ડિરેકટર અસ્પિસાવકશા સુઈ રહે પારડી સહિત 13 ઈસમોને રંગે હાથ જુગાર રમતા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસની રેડ દરમિયાન રોકડ રકમ સહિત એક ક્રેટા કાર, એક ઇક્કો કાર, બે બાઇકો અને મોબાઈલો મળી અંદાજે 14 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. મોડી રાતે જુગરિયાઓને છોડાવવા પારડીના કેટલાક મોટા ઉદ્યોગપતિઓ અને નેતાઓ પોલીસ મથકે દોડી આવ્યા હતાં.

Share This Article