વર્ષો પહેલા કાશીથી ચોરી થયેલ માતા અન્નપૂર્ણાની પ્રતિમા કેનેડાથી આવશે પરત

admin
1 Min Read

પીએમ મોદી આજે સવારે 11 વાગે રેડિયો પર 71મી વખત `મન કી બાત’ કરી જેમાં પીએમ મોદી દેશ અને વિદેશમાં જનતાની સાથે પોતાના વિચાર રજૂ કર્યા. આ મન કી બાત 2.0નું 18મું સંસ્કરણ છે જેમાં તેમણે સૌથી પહેલા માતા અન્નપૂર્ણાની મૂર્તિનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ મન કી બાતની શરૂઆત કરતાં કહ્યું કે, ભારતના લોકોને એક ખુશખબરી આપવા માંગું છું.

દેવી અન્નપૂર્ણાની મૂર્તિ કેનેડાથી પરત આવી રહી છે જે કાશીથી ચોરી કરવામાં આવી હતી. પીએમ મોદીએ મૂર્તિ પરત કરવા માટે કેનેડા સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે માતા અન્નપૂર્ણાની પ્રતિમા વાપસી સાથે એક સંયોગ જોડાયેલો છે કે થોડા દિવસ પહેલા જ વર્લ્ડ હેરિટેજ વિક મનાવવામાં આવ્યો.

વર્લ્ડ હેરિટેજ વિક સંસ્કૃતિ પ્રેમીઓ માટે જૂનાં સમયમાં પાછા જવા અને તેમના ઈતિહાસ વિશે જાણવા માટેનો શાનદાર અવસર છે. સાથે જ તેમણે મન કી બાતમાં કૃષિ કાયદા વિશે વાત કતા કહ્યું કે, કૃષિ સુધારા કાયદાથી ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ રહી છે. પાકની ખરીદીના ત્રણ દિવસ બાદ જ ખેડૂતોને ચૂકવણી થઈ જાય છે. સંસદે કૃષિ કાયદાને સ્વરૂપ આપ્યું છે. વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં જણાવ્યું કે, આજે દેશ અનેક મ્યૂઝિયમ અને લાઇબ્રેરીના કલેક્શનને ડિજિટલ બનાવવાનું કામ કરી રહ્યું છે. દિલ્હીના અમારા સંગ્રહાલયે આ સંબંધમાં પ્રશંસાપાત્ર પ્રયાસ કર્યા છે.

Share This Article