આંગડિયા કર્મચારી લુંટાયો

admin
1 Min Read

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શોભા ભૂતડાના માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાટણ દ્વારા એકપછી એક ચોરી અને લૂંટના ગુનાહોનો ભેદ ઉકેલવામાં આવી રહ્યો છે. ત્યારે થોડા સમય અગાઉ જ પાટણના ધમધમતા વિસ્તાર એવા પ્રથમ રેલવે ગરનાળા પાસે બે બાઈક સવારોએ આંગડિયા કર્મચારીને રિવોલ્વર બતાવી 4 લાખ 12 હજારના હીરા તેમજ 2 લાખ 52 હજાર રૂપિયા રોકડા લઈ ફરાર થઇ ગયા હતા. બાઈક સવારો CCTV કેમેરામાં કેદ થઇ ગયા હતા જેને પગલે પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ વાય.બી.ઝાલા અને બી.ડિવિઝન પીએસઆઇ આર.જી ચૌધરીના સ્ટાફ દ્વારા પાટણ શહેરમાં પ્રવેશના CCTV તેમજ પાટણ જિલ્લા બહારના CCTV કેમેરાનું સઘન ચેકીંગ કરતા કેટલાક શંકાસ્પદ બાઈકો કેમેરામાં કેદ થવા પામ્યા હતા. જેમાં અગાઉ મહેસાણામાં આંગડિયા લૂંટમાં સંડોવાયેલ નિયાઝખાન પઠાણ પાટણમાં થયેલ આંગડિયાની લૂંટના દિવસે પાટણમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ આરોપી હાલ સિદ્ધપુરના રસુલ તળાવ અહેમદપુરામાં હોવાની બાતમી મળતા એલે.સી.બી ટિમ દ્વારા આ જગ્યાએથી નિયાઝખાન પઠાણ, અંકિત પ્રજાપતિ, રમઝુશાં ફકીર, ભાર્ગવ પટેલ, સીની આશિષના આરોપીને 1 લાખ 93 હજારના હીરા તેમજ 28 હજાર રૂપિયા રોકડાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ આંગડિયા લૂંટમાં કુલ 14 નામ ખુલ્યા છે. અને પોલીસે અન્ય આરોપીઓએ પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે પાટણ એલ.સી.બી ટિમ દ્વારા વધુ એક ગુન્હાને ગણતરીના દિવસોમાં જ ઉકેલવામાં આવશે.

Share This Article