રવિદાસ મહારાજનું ઐતિહાસિક મંદિર તોડયું

admin
1 Min Read

નવી દિલ્લીમાં આવેલ સંત શિરોમણી રવિદાસ મહારાજનું એતિહાસિક મંદિર દિલ્હી ડેવલોપમેન્ટ દ્વારા તોડી પાડવામાં આવતા સમગ્ર દેશભરમાં અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને 600 વર્ષ જુના મંદિરને તોડવામાં આવતા આઝાદીના 73 વર્ષો પછી પણ 21મી સદીના આધુનિક યુગમાં હિન્દૂ સમાજની જાતી વ્યવસ્થા પરિણમતા જાતિવાદ અને પૂર્વ ગ્રહોને કારણે અન્યાય અને અમાનવીય અત્યચારનો ભોગ બનવાનો વારો આવે છે. ત્યારે આજરોજ પાટણ બગવાડા દરવાજા ખાતે ગુજરાત અનુસૂચિત જાતિ એકતા મંચ પાટણ જિલ્લા દ્વારા ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને વિવિધ સંગઠનોના અગેવાનો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે 600 વર્ષ પહેલા બાદશાહ સિકંદર લોધીએ તેમના ગુરુ રવિદાસ મહારાજને સો કણલ જમીન આપી હતી. જ્યાં અત્યારે ગુરુ રામદાસ મહારાજનું મંદિર આવેલું છે. જે કેન્દ્ર સરકાર અને ડીડીઓ દ્વારા કરોડો રૂપિયાની જમીન પડાવી લેવા માટે મંદિરને તોડી લાખો અનુયાયીઓની ભાવનાને ઠેસ પોહચાડવાનું કામ કર્યું છે.

Share This Article