ચિદંબરમ સામેની કાર્યવાહી મુદ્દે કોંગ્રેસનું નિવેદન

admin
1 Min Read

પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમની ધરપકડને કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી આને રાજકીય ષડયંત્ર અને વ્યક્તિગત બદલાથી પ્રેરીત ગણાવવામાં આવી. સાથે જ કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર પણ કર્યા. પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ભાજપ સીબીઆઈ અને ઈડીને બદલાની કાર્યવાહી કરવા ડિપાર્ટમેન્ટમાં બદલી દીધા છે. પી ચિદમ્બરમ મામલે પ્રેસ કોન્ફરન્સ કરતાં કોંગ્રેસના રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, છેલ્લાં કેટલાક દિવસોથી દેશમાં લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી છે. જે પ્રમાણે પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનાથી સ્પષ્ટ જોવા મળે છે કે, મોદી સરકાર તેમના વિરુદ્ધ રાજકીય દ્વેષથી કામ કરી રહી છે.

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, કાયદાનું અપમાન કરવામાં આવી રહ્યુ છે. એકબાજુ દેશની અર્થવ્યવસ્થાની ગતિ ઘટી રહી છે, આજ કારણ છે કે મોદી સરકાર લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ એક્શન લઈ રહી છે. સુરજેવાલાએ કહ્યું કે, મોદી સરકાર માત્ર પી. ચિદમ્બરમ નહીં પરંતુ તેમના દીકરા કાર્તિ સામે પણ આકરા પગલાં લઈ રહી છે. સુરજેવાલાએ કહ્યું કે, 40 વર્ષ સુધી દેશની સેવા કરનાર નેતાની ધરપકડ કરી લેવામાં આવી છે. એજન્સીઓ પાસે તેમની વિરુદ્ધ કેસ ચલાવવા માટે કોઈ મજબૂત આધાર પણ નથી. કોંગ્રેસ ચિદમ્બરમ સાથે ઉભી છે. અમને કાયદા અને મીડિયાના એક હિસ્સા પર વિશ્વાસ છે, જે સત્યને દર્શાવી શકે.

Share This Article