આ કારણથી ભાજપને લોકસભામાં 40 બેઠકોનું થઈ શકે છે નુકસાન…ભાજપનો આંતરિક સર્વે

admin
1 Min Read

કૃષિ કાયદાને લઈને ચાલી રહેલ ખેડૂતોના આંદોલનના પગલે કેન્દ્રની મોદી સરકારને તેનુ મોટુ નુકસાન ભોગવવુ પડી શકે છે. આ વાત ભાજપના જ આંતરીક સર્વેમાં સામે આવી છે. ભાજપ દ્વારા ખેડૂત આંદોલનના કારણે કેટલું રાજકીય નુકસાન થઈ શકે તેનો એક આંતરિક સર્વે તાજેતરમાં કરાયો હતો.

આ સર્વેનાં તારણોથી મોદી ચોંકી ઉઠયા છે કેમ કે ખેડૂત આંદોલનથી ભાજપને લોકસભામાં ૪૦ બેઠકોનું નુકસાન થઈ શકે એવું તારણ નિકળ્યું છે. હરિયાણા અને પંજાબ ઉપરાંત પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપને આંદોલનથી ફટકો પડી શકે એવો સર્વેમાં દાવો કરાયો છે.

સર્વેમાં એવું પણ કહેવાયું છે કે, રાકેશ ટીકૈત સહિતના નેતા કહી રહ્યા છે તેમ આ આંદોલન લાંબું ચાલે તો ભાજપનું નુકસાન વધીને ૮૦ બેઠકો સુધી પહોંચી શકે. સર્વેના પરિણામો જોતા મોદી સરકાર હરકતમાં આવી છે અને વડાપ્રધાન મોદીએ અમિત શાહ અને નડ્ડાને આ ચાર રાજ્યોમાં કૃષિ કાયદા અંગે આક્રમક પ્રચાર ઝુંબેશ શરૂ કરવા ફરમાન કર્યું છે. જેને લઈ ભાજપના ચાર રાજ્યોના ખેડૂત આગેવાનો સાથે શાહ અને નડ્ડાએ વ્યૂહરચનાની ચર્ચા પણ કરી હતી.

Share This Article