મ.ન.પા ઉપપ્રમુખ તરીકે કોંગી સભ્ય નિમણૂક, સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી

admin
1 Min Read

પાટણ નગરપાલિકામાં તાજેતરમાં જ યોજાયેલ ઉપપ્રમુખ માટેની ચૂંટણી માં સર્વાનુમતે કોંગ્રેસના સભ્ય લાલેશ ઠક્કરની નિમણૂક કરવામાં આવી હતી.જેમાં ભાજપ અને કોંગ્રેસ ના તમામ  44 સભ્યોએ ઉપપ્રમુખ તરીકે લાલેશ ઠક્કર ના નામની જાહેરાત કરી હતી જેને લઈ નગરપાલિકા ના ઇતિહાસ માં  ઉપપ્રમુખ માટે બન્ને પક્ષોએ એકજ ઉમેદવાર માટે સહમત થયા હોય  એવો પ્રસંગ બનતા  આજરોજ પાટણ જિલ્લા ના કાર્યકારી જિલ્લા પ્રમુખ કાનજીભાઇ દેસાઈ દ્વારા શહેરના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે નવીન ઉપપ્રમુખનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો.

જેમાં પાટણ જિલ્લા કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ વકીલ,સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર,મહેસાણા કોંગ્રેસપક્ષ માંથી લોકસભાના ઉમેદવાર રહેલ એ.જે.પટેલ,ભૂરાભાઈ જોશી,સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉપપ્રમુખ લાલેશ ઠકકર નું ફૂલ,તેમજ પુષ્પગુછ તેમજ શાલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.તો કાર્યક્રમ માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોર ની સૂચક ગેરહાજરી ઉડી ને આંખે વળગી હતી.

Share This Article