પાટણ : પાટણ શહેરમાં પાણીની પોકાર, સ્થાનિક રહીશો દ્વારા કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી

admin
1 Min Read

ઉનાળાની શરૂઆત થાતાની સાથે જ પાટણ શહેરમાં પાણીનો પોકાર પડ્યો છે. તો શહેરના ઘણા વિસ્તારોમાં પીવાનું પાણી ખૂબ જ ધીમું તેમજ અનિયમિત આવતું હોવાની બુમરાડ પણ ઉઠવા પામી છે. ત્યારે વોર્ડ નંબર 8ના મારવાડી વાસ,મોટી ભાટિયાવાડ સહિતના ઘણા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી દુર્ગંધ યુક્ત આવતું હોવાની સમસ્યા સર્જાઇ હતી. અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. ત્યારે સ્થાનિક રહીશો દ્વારા નવીન કોર્પોરેટર ભરત ભાટીયાને રજૂઆત કરવામાં આવી હતી.

 

 

 

જેને લઇને ભરત ભાટીયા દ્વારા તાત્કાલીક અસરથી પાટણ નગરપાલિકાના ચીફ ઓફીસર અને કર્મચારીઓને ફોન કરતા યુદ્ધના ધોરણે સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો હતો. પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ભરત ભાટીયા વોર્ડ નંબર 8માંથી ભવ્ય વિજય થયો હતો. અને નગરપાલિકાના તમામ કોર્પોરેટરો માંથી સૌથી વધારે 4571 મત મળ્યા હતા. ત્યારે કોર્પોરેટર બનતાની સાથે જ ભરત ભાટિયાએ પોતાના વિસ્તારના વિકાસના કામો શરૂ કર્યા છે

Share This Article