સંગીત નાટક એકેડમી ગાંધીનગર આર્થીક સહયોગ અને બહુચર ભવાઈ કલા મંડળ દ્વારા એક ખાસ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. પાટણ યુનવર્સીટીના રંગ ભવન હોલ ખાતે પાટણ જિલ્લા વિવિધ કલા અને લોક સંગીત સાથે સંકળાયેલા અને વર્ષોથી નાટક સાથે કામ કરતા અને લોક ડાયરાના કલાકારો અને સંગીત કલાકારોનો સન્માન સમારોહ યોજાયો હતો.
આ સન્માન સમારોહમાં લોક સંગીત ઉજાગર કરવાના ઉપદેશથી ,લોકોની સંગીત પ્રત્યે રુચિ વધે, સંગીતના કલાકરો આગળ આવે તેવા ઉદેશયથી લોક સંગીત કલાકારોનો સમારોહ યોજાયો હતો. જેમાં 70 થીવધુ કલાકારોનું વિવિધ રીતે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ શંભુજી રાવ તેમજ સંગીત નાટક અકાદમી ગાંધીનગરના જૈમીન રાવલ અને તગજી બારોટ, ડાયરાના બેતાજ બાદશાહ સ્વ.મણીરાજના નાના ભાઈ રસિકરાજ બારોટ, ફિલ્મક્ષેત્રે અભિનેતા અને વિવિધ કલા ક્ષેત્રે નામના ધરાવતા રમેશભાઈ તૂરી અને હરેશભાઈ તૂરી તેમજ નામાંકિત કલાકરો આ કાર્યકમાં હાજર રહ્યા હતા. મંડળના મેનેજર લક્ષ્મીચંદ સોલંકી દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું