જામનગર : જગત મંદિર ખુલ્લું રાખવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું

admin
1 Min Read

જામનગરમાં જગત મંદિર હોળી પર ખુલ્લું રાખી શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ મળે તે માટે માલધારી સમાજે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મળતી વિગત અનુસાર જામનગરમાં પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આદિ કાળથી હોળી અને ફુલડોલ ઉત્સવનો મહિમા રહેલો છે.  આ ઉપરાંત હોળી પૂનમના દિવસે જ હોય છે.  એવા સંજોગોમાં દ્વારકા પગપાળા ચાલીને આવતા લોકોની સંખ્યા હજ્જારોની હોય છે અને કેટલાક શ્રદ્ધાળુઓ તો બેસતાં પણ નથી હોતા એવી પૂનમ ભરવાની માનતા લઈને આવતા હોય છે. મળતી વિગત અનુસાર જામનગરના માલધારી સેનાના ઉપપ્રમુખ એ જણાવ્યું હતું કે એવું જ નથી કે માલધારી સમાજ જ માનતા રાખે છે.

 

 

 

આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પણ પોતાના વાળ દાઢી વધારવાની માનતા એમના સંકલ્પ મુજબ લીધેલી છે અને આ ભારતીય સંસ્કૃતિ મુજબનું સન્માનનીય કાર્ય કર્યું છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે અને ભારતીય સંસ્કૃતિને અનુસરે છે તો પછી હિન્દુઓના પવિત્ર તહેવાર હોળીમાં શિસ્તબદ્ધ રીતે,  સેનેટાઈઝ કરી મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરાવવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ.  માત્ર હિન્દુ મંદિરોમા જ કોરોના સંક્રમણ થાય તે ખરેખર વિચાર માગી લે છે.  આથી વીશાળ સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખેલા મંદિરમાં તા.27 થી 29 મંદિર ખુલ્લું રખાવી લોકોની આસ્થા અને માનતા પુરી થાય તે માટે જામનગરના માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરવામાં આવી છે

Share This Article