પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઉત્તરવહી કૌભાંડને લઈને ભારે વિરોધ

admin
1 Min Read

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણનું ઉત્તરવહી કૌભાંડને લઈને ભારે વિરોધ જોવા મળ્યો છે.  ગતરોજ પણ પાટણ જિલ્લા એનએસયુઆઈ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્વારા રજીસ્ટારને આવેદનપત્ર આપી ઉત્તરવહી કૌભાંડની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. અને કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. ત્યારે પાટણ જિલ્લા એનએસયુઆઈના હોદ્દેદારોએ યુનિવર્સિટી ખાતે હલ્લાબોલ કર્યો હતો. અને કુલપતિની ચેમ્બરમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.  એનએસયુઆઈના પ્રમુખ સહિતના હોદેદારોએ કુલપતિ ઉપર બંગડીઓ ફેકવામાં આવી હતી.

 

 

 

કુલપતિના રાજીનામુ આપવા ઉગ્ર માંગ કરી હતી. આ સમગ્ર ઘટનાને લઇને પાટણ જિલ્લા એનએસયુઆઇના પ્રમુખ દાદુજી ઠાકોરે જણાવ્યું હતું કે, વર્ષ 2018 માં એમબીબીએસના 10  જેટલા વિદ્યાર્થીઓએ એસેસમેન્ટ માટે ફોર્મ ભર્યા હતા.  જેમાં ત્રણ જેટલા વિદ્યાર્થીઓને ઉત્તરવહી બદલીને પાસ કરી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં કસુરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પાટણ યુનિવર્સિટીના કૌભાંડી કુલપતિ સત્વરે રાજીનામું આપે નહી તો પાટણ જિલ્લા એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચરવામાં આવી હતી

Share This Article