પાટણ : પાટણમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની કોર્ટની બેઠક યોજાઈ

admin
1 Min Read

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોર્ટની બેઠક ગાંધીસ્મૃતિ હોલ ખાતે યોજાઇ હતી.  જેમાં કોરમ થવા માટે 30  જેટલા સભ્યોની હાજરી જરૂરી છે. પરંતુ આ બેઠકમાં માત્ર ૨૨ સભ્યો જ ઉપસ્થિત રહેતા બેઠક નોન કોરોમ થઇ હતી. જેને લઇને યુનિવર્સિટીના કુલપતિ ડો.જે.જે વોરા દ્વારા કોટની સભા મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વર્ષમાં એક વખત મળતી કોટની સભામાં યુનિવર્સિટીના વિકાસ માટેની ચર્ચાઓ થતી હોય છે.

 

 

 

 

આ બેઠકમાં   ઉપસ્થિત રહેનારા સભ્યો પોતાનો વિષય મુક્તા હોય છે. અને તેના ઉપર સવિશેષ ચર્ચા થતી હોય છે પરંતુ આજે આ બેઠકમાં માત્ર 22  સભ્યો જ હાજર રહેતા કોર્ટની બેઠક મુલતવી રાખવામાં આવી હતી. અને હવે આગામી સમયમાં મહામહિમ રાજ્યપાલ દ્વારા નવીન તારીખ આપવામાં આવશે.  તે મુજબ ફરીથી કોર્ટની બેઠક યોજવામાં આવશે.  તેવું યુનિવર્સિટીના કુલપતિ ડો.જે.જે વોરાએ જણાવ્યું છે

Share This Article