જુનાગઢ : ધૈર્યરાજ સિંહને મદદ કરવા માટે વર્ચ્યુઅલ લોક ડાયરો યોજાયો

admin
1 Min Read

ધૈર્યરાજ સિંહને મદદ કરવા માટે વર્ચ્યુઅલ લોક ડાયરો યોજાયો હતો. મળતી વિગત અનુસાર બાપા સીતારામ ગ્રુપ જૂનાગઢ તેમજ કાવ્યમ ગ્રુપ જૂનાગઢ તથા દિવ્યેશભાઈ જેઠવા દ્વારા ધૈર્યરાજ સિંહ ગુજરાતનો દીકરો જે બહુ મોટી બીમારીથી પીડાય રહયો છે. તેની સારવાર માટે ખુબ વધુ ખર્ચો થાય એમ છે. તો આ સેવાકીય ગ્રુપો દ્વારા ફૂલ નય તો ફૂલની પાંખડી જેવી મદદ કરવા માટે ઓનલાઇન લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

તેમાં ખાલી ગુજરાત જ નહિ પણ લંડનમાં પણ લાઈવ ડાયરો નિહાળી લોકો એ પોતાની યથાશક્તિ પ્રમાણે ડાયરેક્ટ ધૈર્યરાજ સિંહને મદદરૂપ બનવા તેના એકાઉન્ટમાં 45000 + ફંડ મોકલ્યો હતો. આપને જણાવી દઈએ કે, ધૈર્યરાજ સિંહને મદદ કરવા માટે વર્ચ્યુઅલ લોક ડાયરો યોજાતા લોકોમાં ખુશીનો પણ માહોલ જોવા મળ્યો હતો. ત્યારે લોકો પણ મદદ માટે આગળ આવી રહ્યા છે

Share This Article