વરસાદે તંત્રની પોલ ખોલી! અનેક રસ્તાઓ પર પડ્યા ભુવાઓ ,રાધનપુર મેઈન રોડ પર પડ્યા ભુવા

admin
1 Min Read

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું સારું રહ્યું છે. મોટા ભાગના જીલ્લાઓમાં સામન્ય કરતા વધુ વરસાદ પડયો છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘાએ અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જી હતી. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. પરંતુ વરસાદ બાદ અનેક જગ્યાએ તંત્રની પોલ ખુલી ગઈ હતી. ગામડાઓમાં અનેક રોડ રસ્તાઓ ધોવાઈ ગયા હતા તો શહેરોમાં રસ્તાઓ પર ઠેર ઠેર ભૂવાઓ પડ્યા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

ત્યારે પાટણ જીલ્લાના રાધનપુરમાં મેઇન હાઇવે રોડ ઉપર ઠેર ઠેર ભુવાઓ અને રોડમાં ખાડાઓ પડ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. જણાવી દઈએ કે રાધનપુર હાઇવે નેશનલ હાઇવે છે પણ તંત્રની લાહપરવાહીને લીધે વાહન ચાલકોને વાહનચલાવમાં ખુબ  હાલાકી ભોગવવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે આવા ભુવાઓને લઈ અકસ્માતો અને જાન હાની થવાની સંભાવના જણાઇ રહી છે. ત્યારે લોકોની માગ છે કે ઝડપથી તૂટેલા રોડ રસ્તાઓના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવે.

Share This Article