સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ પડયો વરસાદ, રાજ્યમાં ફરી વરસાદની શરૂઆત થઇ

admin
1 Min Read

અરબી સમુદ્રમાં લો-પ્રેશર સાથે અપર એર સરક્યુલેશનથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ગત મોડી રાતથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શરુઆત થઈ છે. જે અંતર્ગત ગીર સોમનાથ જીલ્લામાં પણ વરસાદે ફરી ધમાકેદાર બેટિંગ કરી હતી.

ગીર સોમનાથ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ પડયો હતો. વહેલી સવારથી ગીર ગઢડા તાલુકાના અનેક ગામોમાં ધીમી ધારે વરસાદની શરુઆત થઈ હતી. ગીર ગઢડા તાલુકાના નતલી વડલી, વડલી જસાધાર તેમજ ગીરના ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગીરગઢડા તાલુકાના નગડીયા ગામે એક કલાકમા અઢિ ઈચ વરસાદ ખાબકતા નદી નાળાઓ છલકાયા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લેતા લોકો બફારા અને ગરમીથી પરેશાન હતા. ત્યારે લાંબા વિરામ બાદ વરસાદ શરુ થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજીબાજુ ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

Share This Article