પાટણ : જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ સતત બીજા દિવસે 100નો આંક વટાવી નવા 122 કેસ નોંધાવા પામ્યા

admin
1 Min Read

પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ સતત બીજા દિવસે 100નો આંક વટાવી નવા 122 કેસ નોંધાવા પામ્યા છે.  પાટણ શહેરમાં સ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી હોય તેવું દેખાઇ રહ્યું છે.  જેને પગલે વહીવટીતંત્ર સાથે શહેરીજનોની ચિંતામાં પણ વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં ચડાવ – ઉતાર બાદ જિલ્લામાં વધુ 122 પોઝિટિવ કેસ નોંધાયા છે.  જેમાં પાટણ શહેરમાં 45 કેસ બહાર આવ્યા છે. પાટણ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 6 ,  ચાણસ્મા શહેરમાં 3 અને તાલુકામાં 9,  રાધનપુર શહેરમાં 6 ,  તાલુકામાં 3 , સિદ્ધપુર શહેરમાં 4 અને તાલુકામાં 12 , હારીજ શહેરમાં 5 અને તાલુકાના માલસુંદ ગામમા 7 અને જસલપુરમાં 1 , સાંતલપુર તાલુકામાં 4 , સરસ્વતી તાલુકામાં 8 અને સમી તાલુકામાં 9 કેસ નોંધાયા છે.

 

પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 5088 ઉપર પહોંચ્યો છે. જયારે પાટણ શહેરમાં કુલ 1652 દર્દીઓ ઝપેટમાં આવ્યા છે. 348 શંકાસ્પદ દર્દીઓના રીપોર્ટ હાલ પેન્ડીંગ છે.  જયારે કોરોના પોઝિટિવ 27 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 462 હોમ આઇસોલેશન છે. આમ કોરોનાની બીજી લહેરે શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારને પણ લપેટમાં લેતા લોકો તકેદારી નહીં રાખે તો કોરોના સમગ્ર જિલ્લામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે, તેમ હાલની સ્થિતિ પરથી લાગી રહ્યું છે

Share This Article