વડોદરા : સયાજી હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો

admin
1 Min Read

સયાજી હોસ્પિટલના ન્યુરો સર્જિકલ વોર્ડમાં ત્રીજા માળે ચાર કલાક જેટલો વીજપુરવઠો ખોરવાયો હતો. જેના કારણે દર્દીઓને પરેશાની ભોગવવી પડી હતી. ત્રીજા માળે કેબલની ફેર બદલીની કામગીરી ચાલતી હોવાથી પુરવઠો બંધ રખાયો હતો. મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના દર્દીઓ વધતા હવે ન્યુરો સર્જિકલ વોર્ડમાં કોવિડના બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, સયાજી હોસ્પિટલના ન્યુરોસર્જિકલ વોર્ડના ત્રીજા માળે C 4 ની એક વીંગનો વીજ પુરવઠો બંધ કરાયો હતો.

 

 

 

વીજ કેબલ ની ફેર બદલીની કામગીરી હોવાથી વીજ પુરવઠો એક કલાક બંધ રાખવાનો હતો.પરંતુ આ કામગીરીમાં ચાર કલાક ઉપરાંતનો સમય થતા સર્જીકલ વોર્ડમાં દાખલ 50થી વધુ દર્દી ને પરેશાની ભોગવવી પડી હતી.ઉનાળામાં વોર્ડના પંખા બંધ રહેતા દર્દીઓને ગરમીમાં રહેવાનો વારો આવ્યો હતો.આ અંગે ખાસ ફરજ પરના અધિકારી ઓએસડી ડોક્ટર વિનોદ રાવે જણાવ્યું હતું કે હાલ કેબલની ફેરબદલીની કામગીરી ચાલી રહી હતી.એક કલાક સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો.

Share This Article